વિન્ડફોલ ટેક્સ ઘટાડીને રૂ. 4,600 પ્રતિ ટન, નવા દર લાગુ કરાયા
Live TV
-
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડા વચ્ચે કેન્દ્ર સરકારે સ્થાનિક ક્રૂડ ઓઈલ પરના વિન્ડફોલ ટેક્સમાં 34.2 ટકાનો ઘટાડો કર્યો છે. સરકારે વિન્ડફોલ ટેક્સ 7,000 રૂપિયા પ્રતિ ટનથી ઘટાડીને 4,600 રૂપિયા પ્રતિ ટન કર્યો છે. નવા દરો ગુરુવારથી લાગુ થઈ ગયા છે.
સરકાર દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ 7,000 રૂપિયા પ્રતિ ટનથી ઘટાડીને 4,600 રૂપિયા પ્રતિ ટન કરવામાં આવ્યો છે. જોકે, પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પરનો દર શૂન્ય પર જાળવવામાં આવ્યો છે.
અગાઉ ગયા મહિને 16 જુલાઈના રોજ સ્થાનિક ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ 6,000 રૂપિયા પ્રતિ ટનથી વધારીને 7,000 રૂપિયા પ્રતિ ટન કરવામાં આવ્યો હતો. તે જ સમયે, સરકારે ડીઝલ, પેટ્રોલ અને એવિએશન ફ્યુઅલ એટીએફ પર વધારાની એક્સાઇઝ ડ્યુટી (SAED) શૂન્ય પર રાખી છે.
નોંધનીય છે કે, વિન્ડફોલ ટેક્સની દર પખવાડિયે સમીક્ષા કરવામાં આવે છે. ભારત સરકારે જુલાઈ 2022માં પ્રથમ વખત સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ લાદ્યો હતો.