સેન્સેક્સે 82,000ની સપાટી વટાવી, નિફ્ટી 25000 ને પાર
Live TV
-
શેરબજારમાં તેજીનું જોરદાર તોફાન શરુ થયું છે. સેન્સેક્સ પહેલીવાર 82000ની સપાટી ક્રોસ કરીને નવી ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયો છે. આજે શેરબજારની શરૂઆતમાં જ સેન્સેક્સ 82,019ની સપાટીને સ્પર્શી ગયો હતો. જ્યારે નિફ્ટી પણ પહેલીવાર 25,000ની સપાટીને કૂદાવી જતાં 25,050ની સપાટીને સ્પર્શી ગઇ હતી.
યુએસ ફેડ દ્વારા વ્યાજ દરમાં ઘટાડા અંગે બુધવારે એક બેઠક યોજાઈ હતી. આમાં ફેડના ચેરમેને વ્યાજ દરોને લઈને સકારાત્મક નિવેદન આપ્યું છે, જેની અસર ભારતની સાથે અન્ય વૈશ્વિક બજારો પર પણ જોવા મળી રહી છે.
નાના અને મધ્યમ શેરોમાં પણ તેજીનું વલણ છે. નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 213 પોઈન્ટ અથવા 0.36 ટકા વધીને 59,222 પર અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 90 પોઈન્ટ અથવા 0.47 ટકા વધીને 19,227 પર હતો. શેરબજારમાં પણ સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે.
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર, 1,503 શેર લીલા અને 570 શેર લાલ રંગમાં છે. મારુતિ સુઝુકી, JSW સ્ટીલ, પાવર ગ્રીડ, ટાટા મોટર્સ, ટાટા મોટર્સ, ટેક મહિન્દ્રા, વિપ્રો, એક્સિસ બેંક, NTPC, ઇન્ડસઇન્ડ બેંક અને HDFC બેંક સેન્સેક્સ પેકમાં ટોચના ગેનર છે.
M&M, સન ફાર્મા, અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઇન્ટ્સ અને બજાજ ફિનસર્વ ટોપ લુઝર છે. માર્કેટ એક્સપર્ટ્સનું કહેવું છે કે ફેડ ચીફે સપ્ટેમ્બરમાં પ્રથમ વ્યાજ દરમાં ઘટાડો કરવાની વાત કરી છે. આ બજાર માટે સકારાત્મક છે.
જો કે, હમાસ નેતાની હત્યાના કારણે પશ્ચિમ એશિયામાં તણાવની સ્થિતિ છે, જેની અસર બજાર પર જોવા મળી શકે છે. એશિયન બજારોમાં મિશ્ર અસર જોવા મળી રહી છે. સિઓલ, બેંગકોક અને જકાર્તાના બજારો તેજીથી વેપાર કરી રહ્યા છે. તે જ સમયે, ટોક્યો, શાંઘાઈ અને હોંગકોંગ લાલ નિશાનમાં છે. બુધવારે યુએસ બજારો સકારાત્મક બંધ થયા હતા.