શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 91 પોઇન્ટનો ઉછાળો, નિફ્ટી 10,400 ઉપર બંધ
Live TV
-
શેરબજારમાં ડિન્દાલ્કો, વેદાંતા, એક્સિસ બેંક, ટાટા સ્ટીલ, અદાણી પોર્ટ, સિપ્લા, એલ એન્ડ ટી અને આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં વધારો નોંધાયો હતો.
વૈશ્વિક બજારોમાં મજબૂતિ જોવા મળતા ભારતીય શેર બજાર પણ ઉછાળા સાથે ખૂલ્યા હતા. કારોબારમાં સવારે સેન્સેક્સ 100 પોઈન્ટ ઉછાળા સાથે 33,880 પોઈન્ટ પર ખુલ્યો હતો જેના કારણે શેર ધારકોમાં આનંદ છવાઈ ગયો હતો. જો કે કારોબારના અંતે બીએસઇ સેન્સેક્સ 91 અંકના ઉછાળા સાથે 33880.25 પોઇન્ટ પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટીએ 10,400ની સપાટી વટાવી 21 પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક