સસ્તા દરે વીજળી ઉપલબ્ધ કરાવવા પર પીએમ મોદીનું આહ્વવાહન
Live TV
-
દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 16માં આંતરરાષ્ટ્રીય ઉર્જા મંચનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સંમેલનમાં 42 દેશો ભાગ લઈ રહ્યા છે. 16મું IEF સમગ્ર વિશ્વના ઉર્જા મંત્રીઓની સૌથી મોટી સભા છે. ઉદ્યોગનેતાઓ અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રમુખો આ સભામાં ભાગ લઈ રહ્યા છે.
આ મંચનો ઉદ્દેશ્ય સભ્યોની વચ્ચે સમાન ઉર્જા બાબતે વધુમાં વધુ પારસ્પરિક સમજ અને જાગૃકતાને વધારો આપવાનું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય ઉર્જા મંચને સંબોધન કરતાં સૌને સસ્તી અને શુલભ ઉર્જા ઉપલબ્ધ કરાવવા પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ ઉર્જાની ખપત વધતા તેના ભાવમાં સ્થિરતા અને ટેકનોલોજીની સ્વચ્છ ઉર્જાની પણ વાત કરી હતી. સાઉદી અરેબિયાના પેટ્રોલિયમ અને ખનિજ સંસાધન મંત્રી ખાલિદ અલ ફલાએ પણ સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, ઉર્જા ક્ષેત્રમાં ભવિષ્યને ધ્યાનમાં રાખતા નવી ટેકનોલોજી દ્વારા ઉર્જા ક્ષેત્રના બજારમાં સ્થિરતા અને ભવિષ્યના રોકાણને અસર કરતી બાબતો પર ધ્યાન કેન્દ્રીત કરવું પડશે.