શેરબજારમાં બ્લેક ફ્રાયડે, 500થી વધુ પોઈન્ટનો કડાકો
Live TV
-
ઈન્ટ્રા ડે દરમિયાન ભારતીય રૂપિયામાં 18 પૈસાનો વધારા સાથે રૂપિયો ડોલર સામે 68.78ના ભાવે સ્થિર થયો હતો.
ભારતીય શેર બાજાર માટે આજે બ્લેક ફ્રાયડે રહ્યો, સ્થાનિક વેચવાલી અને વિદેશી રોકાણકારો તરફથી નેગેટીવ સેન્ટીમેન્ટ રહેતા આજે બજારમાં 500થી વધુ અંકોનો કડાકો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીછે કે ગઈકાલે અનબાઉંન્ડેડ઼ ફોરેઇન ફંડના ઓઉટફલૉમાંથી 1400 કરોડથી વધારે રૂપિયા ખેચાઈ લેવાયા હતા સાથે એશિયાઈ માર્કેટના નબળા વેપારના કારણે ભારતીય શેર બજાર ભીંસમાં આવ્યું છે. દિવસના ચડાવ ઉતાર પછી આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં નેગેટીવ ટોન સાથે બંધ રહ્યા હતા. આજે સેનસેક્સ 560.45 અંકના ઘટાડા સાથે 38 હજાર 337.01 અંક પર બંધ રહ્યો અને નિફટી 177.65અંકના ઘટાડા સાથે 11 હજાર 419.25 બંઘ થયો હતો. આજના દિવસમાં યશ બેંક, મહીન્દ્ર એન્ડ઼ મહિન્દ્રા, ટાટા મોટર્સ, ONGC ના શેરોમાં સૌથી વધુ ધોવાણ થયું હતુ. તો બીજી તરફ ઈન્ટ્રા ડે દરમિયાન ભારતીય રૂપિયામાં 18 પૈસાનો વધારા સાથે રૂપિયો ડોલર સામે 68.78ના ભાવે સ્થિર થયો હતો.