ગોધરામાં સખી મંડળ દ્વારા કઇ રીતે આજીવિકા મિશન અંતર્ગત કરવામાં આવે છે કાર્ય..
Live TV
-
સંતરામપુર તાલુકાના ગોધરામાં સખી મંડળ દ્વારા રાષ્ટ્રિય આજીવિકા મિશન અંતર્ગત એક નવી પહેલ હાથ ધરવામાં આવી છે. અહીં રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા સેન્દ્રીય ઇનપુટ ઉત્પાદન એકમ યોજના અંતર્ગત વર્મીકંમ્પોસ્ટ યુનીટ ઉભું કરાયું છે.
સંતરામપુર તાલુકાના ગોધરામાં સખી મંડળ દ્વારા રાષ્ટ્રિય આજીવિકા મિશન અંતર્ગત એક નવી પહેલ હાથ ધરવામાં આવી છે. અહીં રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા સેન્દ્રીય ઇનપુટ ઉત્પાદન એકમ યોજના અંતર્ગત વર્મીકંમ્પોસ્ટ યુનીટ ઉભું કરાયું છે.ગોધર પશ્ચિમ ગામની દસ મહિલાઓએ સર્વોપરી સખી મંડળની રચના કરી પોતાના આર્થિક ઉત્થાન માટે રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લઇ વર્મીકંમ્પોસ્ટ યુનીટ બનાવી સેન્દ્રીય ખાતરનું ઉત્પાદન શરૂ કર્યુ છે. વર્મીકમ્પોસ્ટ તૈયાર થયેલા ખાતરનો ઉપયોગ પોતાના ખેતરોમાં કરતાં ખેત ઉત્પાદન સારું થયું અને ગુણવત્તા સુધરી હોવાના પણ અહેવાલ મળ્યાં છે.