અઠવાડિયાના પ્રથમ દિવસે શેર માર્કેટમાં નોંધાયો ઘટાડો
Live TV
-
અઠવાડીયાના પ્સેરારંભે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો નોંધાયો
અઠવાડિયાના પ્રથમ દિવસે શેર માર્કેટમાં ઘટાડો નોંધાયો છે. 37 હજાર 926 સાથે સેન્સેક્સ 410 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. તો નિફ્ટી 11 હજાર 337 સાથે 80થી વધુ પોઈન્ટ પર બંધ થયો હતો. સતત ત્રીજા સેશનમાં ભારતીય ઈક્વીટી માર્કેટ ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા. ગયા સપ્તાહે બે મહિનાની નીચી સપાટીએ બંધ રહ્યા બાદ આજે ફરીથી સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો નોંધાયો હતો.
બેન્ચમાર્ક સૂચકાંકોએ 22 જુલાઇને આજ રોજ સતત ત્રીજા સત્રમાં ઘટાડો નોંધાવ્યો હતો. જેમાં દિવસના અંતે નિફ્ટી 11,350 ની નીચી સપાટીએ બંધ રહ્યો હતો. સપ્તાહના પ્રારંભે આજે સેન્સેક્સ 305.88 પોઈન્ટ ઘટીને 38,031.13 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 73.10 પોઈન્ટ ઘટીને 11,346.20 પર બંધ રહ્યો હતો. આશરે 816 શેર્સમાં સુધારો થયો હતો. જ્યારે 1680 શેર્સમાં ઘટાડો નોંધાયો હતો અને 155 શેર્સમાં કોઈ બદલાવ થયો નથી.