શેરબજાર એક્ઝિટપોલના બીજા દિવસે રેડ ઝોનમાં
Live TV
-
સેન્સેક્સ અને નિફટી બન્નેમાં ઘટાડો
એક્ઝિટપોલના બીજા દિવસે શેરબજારમાં મંદીનો દોર રહ્યો હતો. મુંબઈ શેરબજારમાં દિવસભરના કામકાજને અંતે સેન્સેક્સ 383 પોઈન્ટના ઘટાડા સાથે 38 હજાર 969 પોઈન્ટની નીચી સપાટીએ બંધ રહ્યો હતો. નિફટી અંક પણ 119 પોઈન્ટના ઘટાડા સાથે 11 હજાર 709 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જસ્ટ ઈન્ડિયા, જ્યોતિ લેબ, મહિન્દ્રા લોજીસ્ટીક લિમિટેડના શેરોમાં તેજી જોવા મળી હતી. જયારે તાતા મોટર્સ, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, ટીસીએસના શેર ગગડયા હતા.