મોદી સરકારની વાપસીની આશા પર શેર માર્કેટમાં ઉછાળો, સેન્સેક્સ 40હજારની પાર
Live TV
-
સાત તબક્કામાં સમાપ્ત થયેલ લોકસભા ચૂંટણીની મતગણતરીના શરૂઆતી વલણમાં એનડીએને બહુમતી તરફ જોતા શેર માર્કેટમાં પણ ઉછાળો જોવા મળ્યો છે.
સેન્સેક્સે પહેલી વાર 40 હજારનો આંકડો પાર કરી દીધો છે, તો નિફ્ટીએ પણ 12 હજારનો આંકડો પાર કરી દીધો છે.
મતગણતરી શરૂ થયા બાદ સવારે 10 વાગ્યાની આસપાસ 45 વાગ્યે સેન્સેક્સ 897.50 અંકોના ઉછાળા સાથે 40000નો આંકડો પાર કરી દીધો હતો, તો નિફ્ટીમાં પણ 265.25 અંકનો ઉછાળો જોવા મળ્યો હતો.
મોદી સરકાર ફરીથી કેન્દ્રની સત્તામાં આવવાના વલણની સાથે શેર માર્કેટમાં તેજી જોવા મળી હતી. બેંકિગ સેક્ટરના શેરોમાં વધારો જોવા મળ્યો હતો.