સેન્સેક્સમાં આજે 248 પોઈન્ટનું ગાબડું
Live TV
-
સેન્સેકસમાં આજે 248 પોઈન્ટનું ગાબડું પડ્યું છે. લોકસભાની ચૂંટણી બાદ શેર બજારમાં ભારે તેજી જોવા મળી હતી. પરંતુ આજે શેર બજારમાં કડાકો બોલ્યો હતો. આજે સેન્સેકસમાં 248 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. જેના કારણે બીએસઈ સેન્સેકસ 39,502 અંક સાથે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 68 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો જેના લીધે નિફ્ટી આજે 11,861 અંક પર બંધ રહ્યો હતો. આજે શેર બજારમાં આશરે 1051 શેર્સમાં સુધારો જોવા મળ્યો હતો જ્યારે 1493 શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો અને 156 શેર્સમાં કોઈ પણ ફેરફાર જોવા મળ્યો ન હતો