સબસીડી વગરના LPG ગેસ સિલિન્ડરમાં રૂપિયા 100નો ઘટાડો
Live TV
-
દિલ્લીમાં ઘર વપરાશનો સિલિન્ડર 637 રૂપિયામાં ઉપલબ્ધ-સબસીડીવાળા સિલિન્ડરની કિંમત 494 રૂપિયા અને 35 પૈસા.
સબસીડી વિનાના ઘરેલુ સીલીન્ડરના ભાવ 100 રૂપિયા અને 50 પૈસા પ્રતિ સીલીન્ડર ઘટી ગયા છે. દિલ્હીમાં આજથી રાંધણ ગેસ સીલીન્ડર રૂપિયા 637માં ઉપલબ્ધ થશે.
સબસીડી વિનાના સીલીન્ડરના બજાર ભાવમાં ઘટાડો થવા સાથે જ સબસીડી સાથેના રીફીલ સીલીન્ડર લેતી વખતે સો રૂપિયા 50 પૈસા ઓછા આપવા પડશે.
સબસીડી સાથેના ઘરેલુ સીલીન્ડરના ગ્રાહકોને પહેલી જુલાઈથી રીફીલ મેળવતી વખતે રૂપિયા 737 અને 50 પૈસાને બદલે રૂપિયા 637 ચૂકવવા પડશે. નવા દર આજથી લાગુ થઈ ચૂક્યા છે.