GSTને બે વર્ષ પૂર્ણ - એક દેશ એક કર એક બજારની પરિકલ્પના થઈ સાકાર
Live TV
-
1લી જુલાઈ, 2017થી ભારતમાં જીએસટી (ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ) શરૂ કરવાનો માર્ગ મોકળો થયો હતો
આજે ટ્વીટર અને ફેસબુક પર હેશટેગ જીએસટીડે ટ્રેન્ડ કરી રહ્યો છે.ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ ટ્વીટ કરી લખ્યુ છે કે જીએસટીના અમલથી એક દેશ એક કર એક બજારની પરિકલ્પના સાકાર થઈ છે..આ માટે તેમણે દેશવાસીઓને અભિનંદન પણ આપ્યા છે..૩જી ઓગસ્ટ, 2016ના રોજ રાજ્યસભામાં 122મું બંધારણીય બિલ સર્વાનુમતે પસાર થયું હતુ અને બાદમાં 1લી જુલાઈ, 2017થી ભારતમાં જીએસટી (ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ) શરૂ કરવાનો માર્ગ મોકળો થયો હતો..અને એ દિવસથી દેશભરમાં ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ થયો હતો..આજે જીએસટીને 2 વર્ષ પૂર્ણ થયા છે..જીએસટીના અમલથી ભારતભરમાં સરળ અભિમુખતા, ટેકનોલોજિકલ પીઠબળ અને એકસમાન પ્રક્રિયાના લાભની વેપાર કરવાની આસાનીમાં નોંધનીય ભૂમિકા જોવા મળી રહી છે..