સેન્સેક્સમાં 115 અંકના વધારા સાથે શરુઆત,નિફ્ટીમાં પણ 35 અંકનો વધારો
Live TV
-
ડૉલર સામે રુપિયો 18 પૈસા વધી 71.79 પર ખૂલ્યો
આજે ભારતીય શેરબજારમાં શરુઆતી ઉછાળો જોવા મળ્યો હતો..સેન્સેક્સ 115.49 અંકના વધારા સાથે 40,401 પર ખૂલ્યો હતો..જ્યારે નિફ્ટી 32 અંકના વધારા સાથે 11,904 પર ખૂલ્યો હતો..સૂચકાંકોમાં એસબીઆઈ, અશોક લેલેન્ડ, ટાટા મોટર્સ, ગેઇલ, પી.એન.બી., વેદાંત, ઓએનજીસી, જેએસડબલ્યુ સ્ટીલ, યસ બેંક, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી બેન્કના શેરમાં ઉછાળો જોવા મળ્યો..જ્યારે ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા, આઇઓસી, નેસ્લે, સિપ્લા , બીપીસીએલ અને ટીસીએસ જેવા શેરમાં ઘટાડો જોવા મળ્યો..શુક્રવારે શરૂઆતના કારોબારમાં ભારતીય રૂપિયો વધ્યો. તે અગાઉના બંધ 71.97 ની તુલનામાં ડોલર દીઠ 18 પૈસા વધીને 71.79 પર ખૂલ્યો હતો.