Sensex : એશિયાઈ શૅરબજારોમાં તેજીના સંકેત
Live TV
-
છેલ્લા કલાકોમાં વેચવાલીના પગલે તેજીની ચાલમાં પીછેહઠ થતાં સૅન્સેક્સ માત્ર 70 પૉઇન્ટના વધારા સાથે બંધ.એશિયાઈ શૅરબજારોમાં તેજીના સંકેત.
ભારતીય શૅરબજારો આજે પ્રારંભ પૂર્વેના સત્રમાં ઊછાળા સાથે ખુલ્યાં હતાં. સેન્સેક્સ 75 પૉઇન્ટ ઊછળ્યો હતો તો નિફ્ટી 3.60 પૉઇન્ટ ડાઉન હતો. પરંતુ શૅરબજાર ખુલ્યા ત્યારે સૅન્સેક્સ 128 પૉઇન્ટના ઊછાળા સાથે વેગીલો હતો તો નિફ્ટી 31 પૉઇન્ટના ઊછાળા સાથે ધીમી ચાલે આગળ વધી રહ્યો હતો. સવારની સ્થિતિએ વૈશ્વિક સુસ્તીના નવા સંકેતોના પગલે તેમજ અમેરિકા-ચીન વચ્ચે વેપાર સમજૂતીમાં થોડી જ પ્રગતિ થઈ હોવાથી ડૉલર પણ થોડો મજબૂત જોવા મળ્યો હતો. બીજી તરફ ઑપેક પૂરવઠા પર પ્રતિબંધની આશાએ તેલના ભાવોમાં વધારો થયો હતો. બપોરના સુમારે એશિયાઈ બજારોમાં તેજીની ચાલ જોવા મળી હતી. આના પગલે ભારતીય શૅરબજારોની ચાલ પણ વેગીલી બની હતી અને એક તબક્કે 200 પૉઇન્ટનો ઊછાળો જોવા મળ્યો હતો પરંતુ છેલ્લા કલાકમાં વેચવાલી નીકળતા આ ચાલ પાછી પડી હતી. દિવસના અંતે સૅન્સેક્સ માત્ર 70 પૉઇન્ટના ઊછાળા સાથે 40,356 પૉઇન્ટે બંધ રહ્યો હતો તો નિફ્ટી 23 પૉઇન્ટના વધારા સાથે 11,895 પૉઇન્ટે બંધ રહ્યો હતો.