સેન્સેક્સે 38 હજારના જાદુઈ આંક કર્યો પાર, ઑટો-આઈટીમાં તેજી
Live TV
-
અઠવાડિયાના શરૂઆતી કારોબારમાં પીછેહઠ બાદ છેલ્લા બે દિવસથી શેરબજારમાં ફરી વખત તેજીનો વાયરો ફૂંકાયો છે અને બુધવારે 37,887 અંક પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી પણ 11,450ની ટોચે બંધ થયો હતો.
દરમિયાન, આજે હકારાત્મક સંકેતો વચ્ચે બજાર 37,994 પોઇન્ટ 51 અંક પર ખૂલીને ઝડપથી 38 હજારની સપાટી કૂદાવી ગયો હતો અને બપોરે એક વાગ્યા સુધીમાં 38,035 અંક પર સ્થિર થયો હતો. જ્યારે નિફ્ટી પણ 25 પોઇન્ટ વધીને 11,475 અક પર પહોંચ્યો હતો. બેકિંગ શેરોમાં મિશ્ર પ્રતિભાવ વચ્ચે ઓટો અને આઇટીએના શેરોમાં તેજી જોવા મળી હતી.