ગ્લોબલ માર્કેટની પોઝિટિવ અસર, નિફ્ટીએ 11,550નો આંક વટાવ્યો
Live TV
-
ગ્લોબલ માર્કેટમાં પોઝિટિવ સંકેતોને પગલે તેમજ રૂપિયામાં મજબૂતાઈ આવતા શેરબજાર ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો. HDFC. ONGC , મારૂતિના શેરોમાં તેજી આવતા સેન્સેક્સમાં 350 અંકોનો ઉછાળો આવ્યો હતો. ત્યાં નિફટી પણ પહેલી વાર 11,500 ને પાર કરી 11,565 ના ઓલટાઈમ હાઈ સ્તરે પહોંચ્યો હતો.
સપ્તાહની શરૂઆતમાં શેરબજારમાં ફૂલગુલાબી તેજી જોવા મળી હતી અને આ તેજી આખો દિવસ જળવાઈ રહી હતી. બજારમાં મજબૂતાઈને પગલે શેરધારકોમાં ખરીદ-વેચાણ માટે ઉત્સાહ જોવા મળ્યો હતો. દિવસના અંતે સેન્સેક્સ 330 અકંની મોટી મજબૂતાઈ સાથે 38,278 જયારે નિફટી 81 અંકોના વધારા સાથે 11,551 પર બંધ રહ્યો હતો