સેન્સેક્સ પ્રથમ વાર 37000ને પાર, નિફ્ટીમાં પણ રેકોર્ડબ્રેક તેજી
Live TV
-
પહેલીવાર સેન્સેક્સ 37,002.72ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે.
ભારતીય શેરબજારમાં આજે ખુલતાની સાથે જ જબરજસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે..આજે સેન્સેક્સ 37,000ને પાર કરી ગયો.શરૂઆતના ટ્રેડિંગમાં પીએસયુ બેંક ઓટો, એફએમસીજી શેરોમાં ખરીદારીથી સેન્સેક્સ પહેલીવાર 37,000ની સપાટીને પાર કરી ગયો, જ્યારે નિફ્ટીએ પણ નવો હાઇ રેકોર્ડ બનાવ્યો છે. નિફટી 11,172.20ની પાર નીકળી ગયો છે.મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ખરીદી જોવા મળી રહી છે. બીએસઈનો મિડકેપ ઇન્ડેક્સ 0.54 સુધી વધ્યો છે, જ્યારે નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સમાં 0.19 ટકાનો વધારો નોંધાયો છે. બીએસઈનો સ્મોલકેપ ઇન્ડેક્સ 0.28 ટકા વધ્યો છે.