સેન્સેક્સ 218.10 અંકના ઘટાડા સાથે 36324.17 પર, નિફ્ટી 76.25 અંકના ઘટાડા સાથે 10977.55ની સપાટીએ બંધ રહ્યો
Live TV
-
જે શેરબજારમાં નીરસ ગુરુવાર રહ્યો. આજે સેન્સેક્સ 218.10 અંકના ઘટાડા સાથે 36324.17 પર અને નિફ્ટી 76.25 અંકના ઘટાડા સાથે 10977.55 ની સપાટીએ બંધ રહ્યો હતો
આજે શેરબજારમાં નીરસ ગુરુવાર રહ્યો. આજે સેન્સેક્સ 218.10 અંકના ઘટાડા સાથે 36324.17 પર અને નિફ્ટી 76.25 અંકના ઘટાડા સાથે 10977.55 ની સપાટીએ બંધ રહ્યો હતો. આજના દિવસે ફાયનાન્સ બેંકીંગ અને હેલ્થ કેરના શેરોમાં મોટા પાયે નેગેટીવ ટોન રહેતા આ સેક્ટરના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. પણ રૂપિયો નબળો રહેતા આજે આઇ.ટી. સેક્ટરના શેરોમાં તેજી જોવા મળી હતી. આ તરફ સોના અને ચાંદીની ચળકાટ પણ અ ોછી થઈ હતી. સોનામાં પ્રતિ 10 ગ્રામે રૂપિયા 100ના ઘટાડા સાથે ભાવ રૂ. 31550 અને ચાંદીમાં પ્રતિ કિલો 300ના ઘટાડા સાથે ભાવ 38450 રહ્યો હતો. ઉલ્લેખનીય છે ડોલર સામે રૂપિયો આજે નબળો રહેતા 1 ડોલરનો ભાવ 72.72 રૂપિયા થયો છે. એક દિવસમાં રૂપિયામાં 11 પૈસાનો ઘટાડો નોંધાયો છે.