અરુણ જેટલી : સરકારે ગત દિવસોમાં બેંકિંગક્ષેત્રોમાં સુધારા માટે જે પગલાં ભર્યા, લોન ડિફોલ્ટર્સની સંખ્યમાં મોટો ઘટાડો
Live TV
-
નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું છે કે, જાહેરક્ષેત્રની બેંકોએ આપેલા ધિરાણની વસૂલાતમાં તેજી આવતા બેન્કોના ડૂબેલાં નાણાંનું પ્રમાણ ઘટી રહ્યું છે
નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું છે કે, જાહેરક્ષેત્રની બેંકોએ આપેલા ધિરાણની વસૂલાતમાં તેજી આવતા બેન્કોના ડૂબેલાં નાણાંનું પ્રમાણ ઘટી રહ્યું છે. રાજધાની દિલ્હી ખાતે જાહેરક્ષેત્રની બેંકોના અધ્યક્ષો સાથેની બેઠકમાં નાણામંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે ગત દિવસોમાં બેંકિંગક્ષેત્રોમાં સુધારા માટે જે પગલાં ભર્યા છે. તેના કારણે લોન ડિફોલ્ટર્સની સંખ્યમાં મોટો ઘટાડો નોંધાયો છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આ ત્રિમાસિક ગાળા દરમિયાન બેંકોને 1 લાખ 80 હજાર કરોડ રૂપિયાની રિકવરી થવાની આશા છે. નાણામંત્રીએ દેશનો આર્થિક વિકાસ ઝડપી રહેવાની પણ આશા વ્યક્ત કરી હતી.