શેયર બજારમાં શરૂઆત વધારા સાથે થઇ, બાદમાં ફરી પડતી આવી
Live TV
-
આજે બજારની શરૂઆત વધારા સાથે થઇ હતી. પણ થોડાજ કલાકો બાદ શેયર બજારમાં ફરી પડતી આવી ગઇ હતી.
આજે બજારની શરૂઆત વધારા સાથે થઇ હતી. પણ થોડાજ કલાકો બાદ શેયર બજારમાં ફરી પડતી આવી ગઇ હતી. ઓટો FMCG, IT અને PSC બેંક શેયરોમાં વેચાણ વધતા સેન્સેક્સ 250 અંક તૂટી ગયો હતો. ત્યાં નિફટી પણ 11 હજારની નજીક આવી ગયો હતો. જ્યારે દિગ્ગજ શેયરો ITC, ઇન્ફોસિસ, HUL, ICICI બેંક, ટાટા મોટર્સ, મારૂતિ, વિપ્રો અને એશિયન પેન્ટમાં નબળાઇને કારણે બજાર પર દબાણ વધ્યું હતું. દિવસના અંતે સેન્સેક્સ 110 અંક તૂટી 36 હજાર 542.27 અને નિફટી 13 પોઇન્ટ તૂટી 11 હજાર 53.80 અંકે બંધ રહ્યો હતો.