ઇન્ટ્રા-ડે વધઘટના કારણે રોકાણકારો અસમંજસ ભરી સ્થિતિમાં મુકાયા
Live TV
-
ઇન્ટ્રા-ડે વધઘટના કારણે અનેક રોકાણકારો ધોવાયા બાદ સપ્તાહના પ્રારંભે સતત ઉપર-નીચે થતા બજારના કારણે રોકાણકારો અસમંજસ ભરી સ્થિતિમાં મુકાયા
ભારતીય બજારમાં શુક્રવારે 1400 પોઈન્ટની ઇન્ટ્રા-ડે વધઘટના કારણે અનેક રોકાણકારો ધોવાયા બાદ સપ્તાહના પ્રારંભે સતત ઉપર-નીચે થતા બજારના કારણે રોકાણકારો અસમંજસ ભરી સ્થિતિમાં મુકાયા હતા. આજે સોમવારે સવારે સેંસેક્સ 36823 પોઈન્ટ પર ખૂલ્યા બાદ 536 પોઇન્ટના ઘટાડા સાથે 36305 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 175 પોઇન્ટના ઘટાડા સાથે 10967 પર બંધ થયો હતો. જોકે શરૂઆતી કારોબારમાં સામાન્ય વધારા બાદ સેન્સેક્સ ઝડપથી 300 પોઈન્ટ સુધી નીચે ચાલ્યો જતા એક તબક્કે શુક્રવારની ઘટનાનું પુનરાવર્તન થવાની ભીંતિ ઊભી થઈ હતી