EDએ સુરતના બિઝનેસમેન કિશોર ભજીયાવાળા-પુત્ર સામે ફરિયાદ દાખલ કરી
Live TV
-
ઉલ્લેખનીય છે કે CBIએ દાખલ કરેલી FIRના પગલે EDએ આ પિતા-પુત્ર સામે મની લોન્ડરિંગ કાયદા અંતર્ગત ગયા વર્ષે તપાસ શરૂ કરી હતી,
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ એટલે કે EDએ વિમુદ્રીકરણને લગતા કેસમાં સુરતના બિઝનેસમેન કિશોર ભજીયાવાળા અને પુત્ર જિજ્ઞેશ સામે પૂરક પ્રોસીક્યુશન ફરિયાદ દાખલ કરી છે. મની લોન્ડરિંગ કાયદાની કલમ 45 અંતર્ગત દાખલ થયેલી આ ફરિયાદને PMLA કોર્ટે ગ્રાહ્ય રાખીને પિતા-પુત્ર સામે જામીનપાત્ર વોરંટ બહાર પાડ્યા છે.
ઉલ્લેખનીય છે કે CBIએ દાખલ કરેલી FIRના પગલે EDએ આ પિતા-પુત્ર સામે મની લોન્ડરિંગ કાયદા અંતર્ગત ગયા વર્ષે તપાસ શરૂ કરી હતી, જેમાં જિજ્ઞેશ ભજીયાવાળાએ બેન્કના અધિકારીઓ સાથેની સાંઠગાંઠથી, રૂપિયા 1.02 કરોડની જૂની નોટોને નવી નોટમાં ફેરવ્યાનો ઘટસ્ફોટ થયો હતો. આ ઉપરાંત જિજ્ઞેશે રદ્દ કરાયેલી રૂપિયા 3.72 કરોડની નોટો પોતાના પરિવારના સભ્યો અને અન્ય લોકોના 67 જેટલા બેન્ક ખાતામાં જમા કર્યાનું પણ તપાસમાં બહાર આવ્યું હતું.