કિશોર કુમારઃ હિન્દી સિનેમાનો એક અદ્દભૂત અવાજ, જેને લોકો સાંભળતા રહેશે
Live TV
-
હિન્દી સિનેમાના પ્રખ્યાત ગાયક અને જાણીતા કલાકાર એવા કિશોર કુમારનો આજે 89મો જન્મદિન છે. કિશોર કુમારે પોતાના જીવનમાં એટલા સુંદર ગીતો આપ્યા છે, જે અમર થઈ ગયા છે. કિશોર કુમારનું બોલિવૂડમાં મહત્વનું સ્થાન છે, જેને કોઈ ભૂલી શકે તેમ નથી.
તેઓ એક અદ્દભૂત ગાયકની સાથે સાથે કલાકાર, પ્રોડ્યૂસર, ડાયરેક્ટર, મ્યૂઝિક કંપોઝર પણ હતા. કિશોર કુમાર એટલા મસ્તીથી ગીતો ગાતા હતા કે, લોકો તેના ગણગણ્યા વગર રહી જ ના શકે. કિશોર કુમારના ગીતોએ કલાકાર રાજેશ ખન્નાને પણ સાતમા આસમાને સફળતા અપાવી હતી.