વડોદરાની શ્યાના સનસરા મિસ યુનાઈટેડ નેશન્સ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે
Live TV
-
વડોદરાની શ્યાના સનસરા નામની યુવતી યુનાઈટેડ નેશન્સ દ્વારા આયોજીત મિસ યુનાઈટેડ નેશન્સ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે આવી
વડોદરાની શ્યાના સનસરા નામની યુવતી યુનાઈટેડ નેશન્સ દ્વારા આયોજીત મિસ યુનાઈટેડ નેશન્સ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે આવી વિશ્વમાં ભારત અને ગુજરાતનું નામ રોશન કર્યું છે.2018 મિસ યુનાઈટેડ નેશન્સ બનેલી શ્યાના શિક્ષણ તેમજ મહિલા સશક્તિકરણ જેવા વિષયો પર કામ કરવા ઉત્સુક છે.શ્યાના સનસેરા નાની ઉંમરથી જ મોડલિંગ ક્ષેત્રમાં આવી હતી અને અનેક સ્પર્ધાઓ જીતી હતી.તેના પિતા એક સેનાના નિવૃત અધિકારી છે.શ્યાનાએ બિઝનેસ ઈકોનોમિક્સમાં એમ.કોમ કર્યું બાદમાં મુંબઈમાં ફેશન ડિઝાઈનમાં ડિપ્લોમા કર્યું.ત્યારબાદ અનેક ફેશન શોનો અનુભવ લીધા બાદ 2017માં મિસ ઈન્ડિયા અર્થ ટાઈટલ જીત્યું.