ફિલ્મ "ઢ" નું અમદાવાદ ખાતે ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું
Live TV
-
ફિલ્મમાં દાદાની ભૂમિકા કરનારા જાણીતા ગુજરાતી કલાકાર અર્ચન ત્રિવેદી તથા મુખ્ય ભૂમિકા કરનારા બાળકોએ ફિલ્મમાં કામ કરવાના અનુભવને અદ્દભૂત ગણાવ્યો હતો.
રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક એવોર્ડ અને નામના મેળવી ચૂકેલી ફિલ્મ "ઢ" નું અમદાવાદ ખાતે ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. સર્વશ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મની શ્રેણીમાં પસંદગી પામેલી ફિલ્મ "ઢ"ના લેખક- ડિરેક્ટર મનીષ સૈનીએ જણાવ્યું હતું કે આ ફિલ્મ સાથે આબાલવૃદ્ધ સૌ પોતાની જાતને સાંકળી શકશે. ફિલ્મમાં દાદાની ભૂમિકા કરનારા જાણીતા ગુજરાતી કલાકાર અર્ચન ત્રિવેદી તથા મુખ્ય ભૂમિકા કરનારા બાળકોએ ફિલ્મમાં કામ કરવાના અનુભવને અદ્દભૂત ગણાવ્યો હતો. આ ફિલ્મમાં સંગીત જમા પાસું છે, તેમજ નસીરૂદ્દીન શાહે પણ આ ફિલ્મમાં મહત્વના પાત્રમાં અભિનય આપ્યો છે.