ઝાંસીની રાણી પર આધારિત ફિલ્મ 'મણિકર્ણિકા' નું ટીઝર રિલીઝ, કંગનાનો અદ્દભૂત અભિનય
Live TV
-
કંગના રાણાવત અભિનીત ફિલ્મ 'મણિકર્ણિકા' ધ ક્વિન ઑફ ઝાંસી નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. રિલીઝ થયાના 24 કલાકમાં જ આ ટીઝર યુ -ટ્યૂબ પર લાખો લોકો જોઈ અને લાઈક કરી ચૂક્યા છે.
ટીઝરને લોકોના પસંદ કરાયા બાદ કંગના રાણાવતે કેક કાપીને ખુશી મનાવી હતી. આ ફિલ્મમાં કંગના ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો રોલ કરી રહી છે, જેમણે અંગ્રેજો સામે લડત આપી હતી. ટીઝરમાં કંગના અંગ્રેજો સામે અદ્દભૂત શૌર્યથી લડતી જોવા મળી રહી છે. જો કે આ ફિલ્મ હજુ આવતા વર્ષે 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે.