ધોરાજીમાં હજરત ખ્વાજા મોહકમુદીન સેરાનીના 242માં ઉર્ષનો પ્રારંભ
Live TV
-
ધોરાજીમાં કોમી એકતાના પ્રતીક સમા હજરત ખ્વાજા મોહકમુદીન સેરાનીના 242માં ઉર્ષનો પ્રારંભ થઈ ચૂક્યો
ધોરાજીમાં કોમી એકતાના પ્રતીક સમા હજરત ખ્વાજા મોહકમુદીન સેરાનીના 242માં ઉર્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ ઉર્ષનો લાભ લેવા ભારતભરમાંથી લોકો અહીં આવે છે. દરગાહ શરીફ ખાતે ખાદીમો દ્રારા સન્માન બાદ વિશાળ સંદલ શરીફ નીકળ્યું હતું. જેમાં જાંબુરના સીદી બાદશાહનું વિશ્વ વિખ્યાત નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ઉર્ષના અવસરે ચાર દિવસનો ભવ્ય મેળો ખુલ્લો મૂકાયો છે. આ મેળામાં દરેક ધર્મ જાતિના લોકો આવે છે અને મેળાની મોજ માણે છે.