ગુજરાતી ફિલ્મ "તારો થયો " 17મી જાન્યુઆરીએ દેશભરના સિનેમા ગૃહોમાં રજૂ થશે
Live TV
-
ગુજરાતી મનોરંજનની દુનિયામાં વધુ એક ગુજરાતી ફિલ્મ "તારો થયો " આગામી 17મી જાન્યુઆરીએ, ગુજરાત સહિત દેશભરના સિનેમા ગૃહોમાં રજૂ થશે. આ ફિલ્મનું નિર્માણ મુંબઈ સ્થિત લીલા મોહન પ્રોડક્શન હાઉસ દ્વારા કરવામાં આવ્યું છે તેના નિર્માતા વિજય ચૌહાણ છે અને ફિલ્મનું દિગ્દર્શન ધર્મેશ પટેલે કર્યું છે. આ ફિલ્મમાં હિતેન કુમાર,,સોનુ ચંદ્રપાલ, જ્હાનવી પટેલ, ફિરોઝ ઈરાની, હિતેશ રાવલ, જિજ્ઞેશ મોદી અને ખાસ હાજરીમાં હિતુ કનોડિયા જોવા મળશે. 'તારો થયો'ની વાર્તા જાણીતા લેખક અને પ્રેરક વક્તા કાજલ ઓઝા વૈદ્યે લખી છે.