Skip to main content
Settings Settings for Dark

સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતે કરણ જોહર સાથે કામ કરવા તેને ફિલ્મ કરી ઓફર

Live TV

X
  • ફિલ્મમાંથી અમુક ભાગોને દૂર કરવાના આદેશ પર પ્રતિક્રિયા આપી

    અભિનેત્રી અને સાંસદ કંગના રનૌત તેની આગામી ફિલ્મ ઇમર્જન્સીની રિલીઝને લઈને ઉત્સાહિત છે. અભિનેત્રીએ બોલિવૂડના પ્રખ્યાત નિર્માતા-દિગ્દર્શક કરણ જોહરને એક ફિલ્મ ઓફર કરી છે. અભિનેત્રી તાજેતરમાં જ સિંગિંગ રિયાલિટી શો 'ઇન્ડિયન આઇડલ' માં જોવા મળી હતી, જ્યાં તેણે કહ્યું હતું કે તે કરણ જોહર સાથે કામ કરવા માંગે છે. આમ કહીને તેણે કરણ જોહરને ફિલ્મ ઓફર કરી હતી. 

    ફિલ્મમાંથી અમુક ભાગોને દૂર કરવાના આદેશ પર પ્રતિક્રિયા આપી

    સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતે કહ્યું કે, "માફ કરશો, પણ કરણ સર મારી સાથે એક ફિલ્મ બનાવવી જોઈએ. હું ખૂબ જ સારી ફિલ્મ બનાવીશ અને તેમને ફિલ્મમાં સારો રોલ પણ આપીશ, જે સાસુ-વહુ વચ્ચેના ઝઘડા પર આધારિત નહીં હોય. જોકે કંગનાએ IANS સાથે વાત કરી હતી અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) ના ફિલ્મમાંથી અમુક ભાગોને દૂર કરવાના આદેશ પર પ્રતિક્રિયા આપી હતી.

    કેટલાક ઐતિહાસિક તથ્યોને સંપૂર્ણપણે દૂર કર્યા છે

    સાંસદ અને અભિનેત્રીએ કહ્યું કે, તે CBFC ના નિર્ણયને સ્વીકારે છે. પણ મને ગમ્યું હોત જો ફિલ્મ કોઈપણ કટ વિના સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવે, પરંત જે થયુ તે સ્વીકાર્ય છે. કારણ કે એવું નથી કે આ ફિલ્મ કોઈની મજાક ઉડાવવા માટે બનાવવામાં આવી છે.  સીબીએફસીએ કેટલાક ઐતિહાસિક તથ્યોને સંપૂર્ણપણે દૂર કર્યા છે, જોકે તે મારી ફિલ્મને અસર કરતું નથી અને આ સાબિતી છે કે તેનાથી ફિલ્મ પર કોઈ ફરક પડતો નથી.

    આ ફિલ્મ 17 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે

    આપણે જાણીએ છીએ કે, આ ફિલ્મ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી અને 1970 ના દાયકામાં તેમના દ્વારા લાદવામાં આવેલી કટોકટી પર આધારિત છે. ઈમરજન્સીના નિર્માતા-દિગ્દર્શક કંગના રનૌત છે. આ ફિલ્મ 17 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
apply