Skip to main content
Settings Settings for Dark

જાણો, 29 ગ્રામ વજની પક્ષી વિશે જે ઘણીવાર આસપાસના પક્ષીઓના અવાજની "મિમિક્રી" કરતા હોય છે

Live TV

X
  • પીળો પીદ્દો - Isabeline Wheatear,
    વૈજ્ઞાનિક નામ: Oenanthe Isabellina

    આ નાનુ પક્ષી મુખ્યત્ત્વે ઘાસવાળા મેદાની પ્રદેશોમાં વસવાટ કરે છે. Isabeline એના પીળાશ  પડતા સફેદ(ક્યારેક ભૂખરો)ને લીધે કહેવાય છે. અને wheatear એ white અને arse નુ અપભ્રંશ થઈને બનેલુ નામ છે. મહજ 29 ગ્રામ વજનનું આ ચકલીને મળતુ પક્ષી ખૂબ જ ચંચળ હોય છે. તેનો અવાજ સિસોટી જેવો હોય છે. અને ઘણીવાર તે એની આસપાસના પક્ષીઓના અવાજની "મિમિક્રી" કરતા હોય છે. દક્ષિણ યુરોપથી મોંગોલીયા સુધી વસવાટ કરતું આ પક્ષી શિયાળામાં ભારત અને આફ્રિકન પેનિનસ્યુએલામાં દેખાય છે.

    ઉપરાંત તેને ઉજળો પિદ્દો પણ કહે છે. તેનું કદ 15 થી 16.5 સેમી જેટલું હોય છે. ખોરાકમાં કીડીઓ, તીતીઘોડા, ફુદ્દા, કરોળિયા તથા બીજ પણ ખાય છે. નર અને માદા દેખાવે સમાન લાગે છે. નર માદાને આકર્ષવા માટે હવામાં 15 મીટર સુધી ઊંચો ઉડાન કૂદકો મારી, કર્તવ કરતાં કરતાં તથા પાંખો ખુલ્લી રાખી જમીન પર સીસોટી મારતો આવે છે. તેમનો માળો ઘાંસિયો હોય છે. માદા 4 થી 6 ઈંડાં મૂકે છે. બચ્ચાં માળો છોડે પછી નર અને માદા 2 અઠવાડિયા સુધી તેમને ખવડાવે છે પછી બીજા વિસ્તારમાં મોકલી દે છે. આ પક્ષી ગુજરાતમાં કચ્છમાં જોવા મળે છે. 

    ફોટો સ્ટોરી: કૌશિક ચૌહાણ @kc_click , ઈકો ફ્રેંડ્સ ગુજરાત @ecofriends.gujarat

    આવી જ અવનવી સ્ટોરી માટે જોતા રહો ડીડી ન્યૂઝ ગુજરાતીની વેબસાઈ પેજ પર.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2025 Max Temp : °C Min Temp : °C
apply