ખીજડીયા પક્ષી અભયારણ્યમાં જોવા મળતા કાળી ડોક ઢોંક વિશે જાણો છો ?
Live TV
-
કાળી ડોક ઢોંક (Black-necked stork, વૈજ્ઞાનિક નામ: Ephippiorhynchus asiaticus)
કાળી ડોક ઢોંક (Black-necked stork, વૈજ્ઞાનિક નામ: Ephippiorhynchus asiaticus). જેવો તેનો ડોકનો રંગ, તેવું તેનું નામ. કાળી ડોક ઢોંકની ચાંચ પણ કાળી હોય છે. આટલા ઘાટા કાળા કલરમાં પણ માદાની પીળા રંગની આંખ સરળતાથી ઓળખી શકાય છે. જયારે નરને તો આંખ પણ કાળી જ હોય છે. રંગ માં ચળકાટ હોય છે. માથા પર મરૂન રંગની જાંય પડતી હોય છે.
કાળી ડોક ઢોંક કદમાં મોટું એવું એટલે કે પગ લાંબા, શરીર ૧૨૯ થી ૧૫૦ સેમી તથા પાંખોનો ઘેરાવો ૨૩૦ સેમી હોય છે. તે મુખ્યત્વે દરિયાકિનારાનાં આજુબાજુના વિસ્તારમાં કીચડ વાળી જગ્યામાં જોવા મળે છે. આ પ્રકારનો વિસ્તાર તેમને ખોરાક માટે અનુકૂળ આવે છે. પેટ તથા પાંખોનો બહારનો ભાગ સફેદ હોય છે તથા પાંખનો મધ્ય ભાગ ચળકતો કાળો હોય છે. તેના પગ લાલ હોય છે. ઉડતી વખતે ડોક અને પગ લંબાવીને ઉડાન ભરતા હોય છે. તેમનો માળો ૩ થી ૬ ફૂટ જેટલો મોટો, ડાળી તથા નાની લાકડીઓ થી બનાવેલો અને છેડે માટીથી પ્લાસ્ટર કરેલો પણ હોય છે. વર્ષો વર્ષ એક જ માળો ફરીથી ઉપયોગ કરવાનો સ્વભાવ ધરાવે છે. માદા સામાન્ય રીતે ૪ ઈંડાં મૂકે છે જેનો સેવવાનો સમય આશરે ૩૦ દિવસ નો હોય છે. ગુજરાતમાં જામનગર નજીક આવેલા ખીજડીયા પક્ષી અભયારણ્યમાં જોવા મળેલ છે.