19 માર્ચ 2023ના યોજાશે ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ્સ ગુજરાતી 2021-22
Live TV
-
‘ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ્સ ગુજરાતી ૨૦૨૧ -૨૨’ નું આયોજન આ વર્ષે દુબઈ ખાતે થવા જઇ રહ્યું છે
ગુજરાતી ભાષા અને ગુજરાતી ફિલ્મ જગતને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે વર્ષ 2021-22 માટે ગુજરાતી ફિલ્મનો પ્રતિષ્ઠિત ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ આપવામાં આવશે. આ વર્ષે ગુજરાતી ફિલ્મ એવોર્ડ માટે 67 ફિલ્મોની નોંધણી કરવામાં આવી છે, જે અંતર્ગત કુલ 28 કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવશે. ફિલ્મોનું વિશેષ ટ્રેનિંગ કરીને પ્રત્યેક કેટેગરીમાં કુલ ત્રણ ત્રણ નોમિનેશન કરવામાં આવશે. એવોર્ડ્સ માટેના નોમિનેશનની જાહેરાત આગામી ૧૯ ફેબ્રુઆરીએ અમદાવાદ ખાતેથી કરવામાં આવશે. અને તમામ નમિનેશનમા ફિલ્મના કલાકારો, બોલીવુડ અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર્સ , પ્રોડ્યુસરસ સહિતના દિગ્ગજ કલાકારોનો સમાવેશ કરવામાં આવશે. આગામી 19મી માર્ચે દુબઈ ખાતે સમારોહનું સમાપન થશે.