અંબાજીનાં મેળાનો આજથી થયો પ્રારંભ, કલેકટર અને જિલ્લા પોલીસવડાએ કરાવ્યો પ્રારંભ
Live TV
-
બનાસકાંઠા જિલ્લામાં આવેલા યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે પરંપરાગત રીતે યોજાતો ભાદરવી પૂનમનો મેળાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા કલેકટર મીહિર પટેલ અને જિલ્લા પોલીસવડા અક્ષય રાજ મકવાણાએ માતાજીનો રથ ખેંચીને મેળાનો વિધિવત રીતે પ્રારંભ કરાવ્યો છે.
કલેક્ટ અને પોલીસવડાએ મા અંબેની પ્રતિમા સમક્ષ દીપ પ્રગટાવી માતાજીની આરતી કરી મેળાને ખુલ્લો મુક્યો હતો. આ સાથે મેળો નિર્વિઘ્ન પૂર્ણ થાય તેવી માં અંબાને પ્રાર્થના પણ કરી હતી. આ મેળો ખુલ્લો કરાયા બાદ કલેકટર અને જિલ્લા પોલીસવડાએ સિદ્ધહેમ કેમ્પ ખાતે પહોંચ્યા હતા જ્યાં શ્રદ્ધાળુઓને વિનામૂલ્યે ભોજન પીરસ્યું હતું. અંબાજીમાં સાતે દિવસ બને ટાઈમ નિઃશુલ્ક ભોજન સેવાનો પણ પ્રારંભ કરાવ્યો હતો.
આજે મેળાના પ્રથમ દિવસે પણ મોટી સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી તરફ જતા જોવા મળ્યા હતા. અંબાજીમાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. જોકે પાછળના 6 દિવસોમાં આના કરતા પણ વધુ ભક્તો ઉમટી પડે તેવી શક્યતા છે. આજથી 18 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ મેળામાં અંદાજે 35 લાખથી વધુ ભક્તો માં અંબાના દર્શન કરે તેવી શક્યતા છે.
કેવી હશે યાત્રાળુઓની સુરક્ષા
તો આ સાથે યાત્રાળુઓની સુવિધા માટે વિવિધ 26 સમિતિઓની રચના કરવામાં આવી છે. મેળામાં સુરક્ષા માટે 20 મહિલાઓની ટીમ સાથે 332થી વધુ કેમેરા લગાવવામાં આવ્યા છે.. થિક સોફ્ટવેરમાં રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ જ ધાર્મિક વિદ્યાલયો અને હોટલોમાં રોકાતા યાત્રિકોને પ્રવેશની પરવાનગી મળશે.અંબાજીમાં 3,25,000 કિલો મોહનથાળ કરાયો તૈયાર
ભાદરવી પૂનમના મેળાને લઈ હાલ અંબાજીમાં 3,25,000 કિલો મોહનથાળ પ્રસાદ તૈયાર કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે 14 જેટલા કેન્દ્રો પર પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.