Skip to main content
Settings Settings for Dark

અતિભારે વરસાદથી સર્જાયેલ પરિસ્થિતિ માટે રાજ્ય સરકાર 156 નગરપાલિકાઓને કુલ રૂ.17.10 કરોડની સહાય આપશે

Live TV

X
  • અતિવૃષ્ટિ અને ભારે વરસાદને કારણે ઉભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા સઘન સફાઇ ઝુંબેશ સહિતના સ્વચ્છતાના કામો માટે આ સહાય આપવામાં આવશે.

    ગુજરાતમાં અતિભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ તેમજ નગરોમાં વરસાદી પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે.  આ પરિસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓને સાફ સફાઇ માટે નાણાં સહાય માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. રાજ્ય સરકાર 156 નગરપાલિકાઓને કુલ રૂ.17.10 કરોડની સહાય આપશે. અતિવૃષ્ટિ અને ભારે વરસાદને કારણે ઉભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા સઘન સફાઇ ઝુંબેશ સહિતના સ્વચ્છતાના કામો માટે આ સહાય આપવામાં આવશે.

    નગરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ, રોગચાળો અટકાવવા ઘન કચરાનો નિકાલ, પીવાના શુધ્ધ પાણીની વ્યવસ્થા તેમજ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા માટે નાણાકીય સહાયની જે જરૂરિયાત ઉભી થઇ છે તે માટે મુખ્યમંત્રીએ આ 17.10 કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે

    રાજ્યની તમામ 156 નગરપાલિકાઓને પ્રાથમિક તબક્કે તાત્કાલિક ધોરણે સુવિધાઓ પૂરી પાડવા આ ગ્રાંટ ઉપયોગમાં લેવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નાણાંકીય સહાયના ધોરણો પણ નિર્ધારિત કર્યા છે.

    • “અ” વર્ગની 22 નગરપાલિકાઓને નગરપાલિકા દીઠ રૂ.20લાખ પ્રમાણે કુલ રૂ.4.40 કરોડની રકમ આપવામાં આવશે.
    • બ” વર્ગની 30 નગરપાલિકાઓને પ્રત્યેકને રૂ.15 લાખ પ્રમાણે કુલ રૂ.4.50 કરોડ ફાળવવામાં આપવામાં આવશે
    • ક” વર્ગની 60  નગરપાલિકાઓને નગરપાલિકાદીઠ રૂ.10 લાખ પ્રમાણે કુલ રૂ.6 કરોડ આપવામાં આપવામાં આવશે
    • ડ” વર્ગની 44 નગરપાલિકાઓને પ્રત્યેકને રૂ.5  લાખ પ્રમાણે કુલ રૂ.2.20 કરોડની રકમ આપવામાં આવશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply