વડોદરાના કંડારીમાં જળભરાવની સ્થિતિ, NDRFની ટીમે 63 લોકોને સલામત સ્થળે ખસેડ્યા
Live TV
-
વડોદરામાં છેલ્લા 24 કલાકમાં જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદથી લઈને હળવો વરસાદ થયો છે. વડોદરામાં આ સીઝનનો 60 ટકાથી વધુ વરસાદ થઈ વરસી ગયો છે.
વડોદરામાં છેલ્લા 24 કલાકમાં જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદથી લઈને હળવો વરસાદ થયો છે. વડોદરામાં આ સીઝનનો 60 ટકાથી વધુ વરસાદ થઈ વરસી ગયો છે. ભારે વરસાદને કારણે વડોદરાના કંડારી ગામમાં જળ ભરાવની પરિસ્થિતિ સર્જાઈ હતી. આ જળભરાવ પરિસ્થિતિમાં NDRFની ટીમે ફસાયેલા 63 લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. જેમાં બે સગર્ભા મહિલા સહિત કુલ 23 મહિલાઓ, 29 બાળકો, 11 પુરુષો અને 2 દર્દીઓનો સમાવેશ થાય છે. NDRFની 7 ટીમે બચાવ અભિયાન શરૂ કર્યું હતું.
પ્રાપ્ત થયેલ વિગતો અનુસાર વડોદરાના ડભોઇમાં 183 mm, કરજણમાં 144 mm, પાદરામાં 46 mm, વડોદરા શહેરમાં 38 mm, શિનોરમાં 34 mm તથા અન્ય તાલુકાઓમાં 8 થી 20 mm વરસાદ વરસ્યો હતો. અત્યાર સુધીમાં કરજણ, ડભોઇ અને પાદરા તાલુકાઓમાં સીઝનનો 60 ટકાથી વધુ વરસાદ પડી ચૂક્યો છે. છેવાડાના ડેસર તાલુકામાં સીઝનનો લઘુત્તમ 23.93 ટકા વરસાદ થયો છે, જ્યારે બાકીના ત્રણ તાલુકાઓમાં 42 થી 58 ટકા વરસાદ થઈ ચૂક્યો છે.
