અમદાવાદના ધંઘુકા અને બોટાદના બરવાળામાં ઝેરી કેમીકલ પીવાથી 20થી વધુ લોકોના મૃત્યુ
Live TV
-
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં શંકાસ્પદ લઠ્ઠાકાંડની ઘટના આવી સામે આવી છે. જેમાં 24થી વધુ લોકોના મૃત્યુ થયા છે. જે બાબતને ગંભીરતાથી લઇને પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે. બોટાદ જિલ્લા પોલીસ વડા કરણરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ઝેરી કેમીકલ પીવાથી આ કાંડ સર્જાયો છે. જે અંગે 15થી વધુ લોકોને રાઉન્ડ અપ કરાયા છે. તેમજ પોલીસે ઝેરી કેમીકલની સપ્લાય કરનારની અને તેમજ તેને માદક પ્રવાહીમાં ઉમેરનારની પણ ધરપકડ કરી છે. તો બીજી તરફ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ બરવાળા તેમજ બોટાદ પહોંચીને અસર ગ્રસ્ત લોકોની હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી અને પુછપરછ શરૂ કરી હતી. તેમજ રાજ્યના ગૃહ વિભાગે પણ એટીએસના ડીઆઇજીને તપાસમાં જોડયા છે. સાથે કેમિકલ ક્યાંથી આવ્યું? કોણ અને ક્યાં જિલ્લા માંથી આવ્યું તેની તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ આગામી 302 કલમ હેઠળ કામગીરી કરવામાં આવશે.
