પ્રધાનમંત્રી ગિફ્ટ સીટીમાં આંતરરાષ્ટ્રીય નાણાં સેવા કેન્દ્રની ઈમારતનો શિલાન્યાસ કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 29 જુલાઈના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. મોદી ગિફ્ટ સિટી ખાતે ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (IFSC)ની મુલાકાત લેશે અને ભારતના IFSCsના નાણાંકીય ઉત્પાદનો, નાણાંકીય સેવાઓના વિકાસ અને નિયમન માટેના સત્તામંડળ, ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA)ના મુખ્યાલયની ઇમારતનો શિલાન્યાસ કરશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણ, કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરી અને ડો. ભાગવત કિશનરાવ કરાડ પણ ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી GIFT-IFSCમાં ભારતનું પ્રથમ ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ, ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ પણ (IIBX) લોન્ચ કરશે.
પ્રધાનમંત્રી NSE IFSC-SGX કનેક્ટનું પણ લોન્ચિંગ કરશે. આ કનેક્ટ હેઠળ, સિંગાપોર એક્સચેન્જ (SGX)ના સભ્યો દ્વારા મુકાયેલા NIFTY ડેરિવેટિવ્ઝ પરના તમામ ઓર્ડર્સ NSE-IFSC ટ્રેડિંગ પ્લેટફોર્મ પર રૂટ કરવામાં આવશે. પ્રધાનમંત્રીની મુલાકાત દરમિયાન અન્ય કેટલીક મહત્વની જાહેરાતો પણ કરવામાં આવશે.
