Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં ગઈકાલે મોડી સાંજે ધોધમાર વરસાદ વરસ્યો

Live TV

X
  • વેજલપુર, જોધપુર, જીવરાજ પાર્ક,એસજી હાઈવે, સોલા,વાડજ,સુભાષ બ્રિજ,સહિતના વિસ્તારોમાં વરસાદ, સાંજે પીકએવર્સમાં વરસાદથી રસ્તા પર ટ્રાફિક જામ

    ગઇકાલે સાંજે અમદાવાદમાં પવન સાથે ભારે વરસાદનું ઝાપટું પડ્યું. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પવન ફૂંકાવવાની સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. શહેરમાં સાંજે સાત વાગ્યા બાદ કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. પશ્ચિમ વિસ્તારમાં 15 મિનિટમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. શહેરમાં રાત્રે 8 વાગ્યા સુધીમાં સરેરાશ અડધો ઇંચથી પણ ઓછો વરસાદ પડ્યો છે. શહેરના એસજી હાઈવે, સોલા, વાડજ, સુભાષ બ્રિજ, શાહીબાગ, કાલુપુર સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. જો કે, એક તરફ પીકઅવર્સમાં રોડ રસ્તા ઉપર ટ્રાફિક ધમધમતો હોય છે તેવામાં વરસાદ વરસતા વાહન ચાલકો ધીમી ગતિએ પોતાના વાહનો ચલાવીને ઘર તરફ જતાં હોવાથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી.

    પશ્ચિમ વિસ્તારમાં બોપલ, શીલજ, ઘુમા, એસજી હાઈવે, ઇસ્કોન, થલતેજ, સોલા, સાયન્સ સિટી, વેજલપુર, જોધપુર, જીવરાજ પાર્ક, શ્યામલ ચાર રસ્તા, ગોતા, જગતપુર, ન્યુ ગોતા, ચાંદલોડિયા, વાડજ, ન્યુ રાણીપ, સુભાષ બ્રિજ, પ્રભાત ચોક, ચાણક્યપુરી સહિતના વિસ્તારોમાં મોડી સાંજે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. જ્યારે પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયા હતા. શાહીબાગ, અસારવા, મેઘાણીનગર, બાપુનગર, સરસપુર, કાલુપુર, દરિયાપુર, નરોડા, નિકોલ, સૈજપુર, કુષ્ણનગર સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો.

    જોધપુર, સેટેલાઈટ, આનંદનગર, પ્રહલાદનગર વિસ્તારમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. પાલડી, વાડજ, આશ્રમરોડ, ઉસ્માનપુરા, ઇન્કમટેક્સ, બોડકદેવ, વસ્ત્રાપુર, જોધપુર, બોપલ, શીલજ, ઘુમા, સરખેજ, મકરબા, દુધેશ્વર, શાહપુર, જમાલપુર, એલિસબ્રિજ, ખાડિયા, રાયપુર સહિતના વિસ્તારોમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. પૂર્વ વિસ્તારમાં મણીનગર, મેમ્કો, શાહીબાગ, નરોડા, કોતરપુર, સરદારનગર વિસ્તારમાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
apply