સ્વાતંત્ર્ય પર્વ પર અમદાવાદ જિલ્લા કક્ષાની ઉજવણી બાવળા ખાતે કરાશે
Live TV
-
સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી માટે જિલ્લાની વિવિધ કચેરીઓ દ્વારા કામગીરી શરૂ કરી દેવાઈ, સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાન પણ યોજાશે
અમદાવાદ શહેર અને જિલ્લામાં આગામી 15 ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય દિનની શાનદાર ઉજવણી કરવામાં આવશે.આ વર્ષે સ્વાતંત્ર્ય પર્વની અમદાવાદની જિલ્લા કક્ષાની ઉજવણી બાવળા ખાતે કરવામાં આવશે. જિલ્લા કક્ષાનો આ કાર્યક્રમ જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને યોજાશે અને તેમના હસ્તે ધ્વજારોહણ કરાશે.
બાવળાના એ.પી.એમ.સી. ખાતે જિલ્લા કક્ષાની શાનદાર ઉજવણીની તૈયારીઓમાં જિલ્લા વહીવટીતંત્ર અત્યારથી જ કાર્યરત થઈ ગયું છે.જિલ્લાની વિવિધ કચેરીઓ દ્વારા કામગીરી શરૂ કરી દેવાઈ છે. વધુમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાન પણ યોજાનાર છે. સમગ્ર જિલ્લામાં હર ઘર તિરંગાની ઉજવણી કરવામાં આવશે. ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ પણ હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા યાત્રા અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે. બાવળા ખાતે યોજાનાર સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની આ ઉજવણીમાં સમગ્ર જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ તથા જિલ્લાના પદાધિકારીઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહેશે.