અમદાવાદ : પરંપરાગત જનજાતિય ચિત્રકલાનું આદિ ચિત્ર પ્રદર્શન યોજાયું
Live TV
-
કેન્દ્ર સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય અંતર્ગત ટ્રાઈબલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (TRIFED) દ્વારા શહેરના નવરંગપુરા સ્થિત અમદાવાદની ગુફા ખાતે આદિ ચિત્ર પ્રદર્શન યોજાયું હતું.
જેનું ઉદ્દઘાટન આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિના હસ્તે કરાયું હતું. 6 ઓગસ્ટ 11 ઓગસ્ટ સુધી શહેરીજનો આ પ્રદર્શનને નિહાળી શકશે.
આદિવાસીઓની કલા અને હસ્તકલા જીવંત રહે તથા સમયની સાથે વિકાસ પામે તેવા હેતુથી આ પ્રદર્શનનું આયોજન કરાયું હતું. આવાં પ્રદર્શનો થકી આદિવાસી સમુદાયો આજીવિકા પણ કમાઈ શકે.
આદિ ચિત્રમાં વિવિધ પ્રકારનાં ચિત્રો જેવા કે, મધ્યપ્રદેશના ગોંડ પેઇન્ટિંગ્સ, ઓડિશાના સૌરા પેઇન્ટિંગ્સ, મહારાષ્ટ્રના વારલી પેઇન્ટિંગ્સ, ગુજરાતના પિથોરા પેઇન્ટિંગ્સ જેવા અનેક પ્રકારના વિવિધ રાજ્યોના આદિવાસીઓએ, કંડારેલાં ચિત્રો પ્રદર્શિત કરાયાં હતાં.શહેરીજનો આગામી 11 ઓગસ્ટ સુધી આ પ્રદર્શનને વિનામૂલ્યે નિહાળી શકશે તથા મનપસંદ ચિત્રોની આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે ખરીદી પણ કરી શકશે.