ગાંધીનગર : બાળ કલ્યાણ મંત્રી ભાનુ બાબરીયાના હસ્તે લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીથી સજ્જ નંદઘરનું લોકાર્પણ
Live TV
-
મહિલા – બાળ કલ્યાણ મંત્રી ભાનુ બાબરીયાના હસ્તે જુનાગઢ અને ભાવનગરના સખી વન સ્ટોપ સેન્ટરનું લોકાર્પણ : આંગણવાડીઓની ફરિયાદ નિવારણ વ્યવસ્થા માટેની મોબાઇલ એપનું લોન્ચિંગ કરાયું.
સમગ્ર દેશમાં સૌપ્રથમ વખત લાઈટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીથી સજજ નંદ ઘરનું નિર્માણ ગાંધીનગરના જાખોરા ગામ ખાતે કરવામાં આવ્યું છે. આ નંદ ઘરનું લોકાર્પણ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુ બાબરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.
મંત્રી દ્વારા કોમન બેનિફિશિયરી મેનેજમેન્ટ સિસ્ટમ અને આંગણવાડીઓની ફરિયાદ નિવારણ વ્યવસ્થા માટેની મોબાઇલ એપનું લોન્ચિંગ અને જુનાગઢ તથા ભાવનગર ખાતે નવનિર્માણ થયેલા સખીવન સ્ટોપ સેન્ટરનું પણ લોકાર્પણ જાખોરા ગામ ખાતેથી કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુ બાબરીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા દેશમાં સૌ પ્રથમવાર લાઈટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીથી નંદઘરનું નિર્માણ કરવાના કાર્યનો આરંભ કર્યો છે. સૌ પ્રથમ આ ટેકનોલોજીથી સજ્જ નંદઘરનું નિર્માણ ગાંધીનગર તાલુકાના જાખોરા ગામમાં કરવામાં આવ્યું છે. આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા લાઈટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક હજાર જેટલી આંગણવાડીઓનું નિર્માણ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. નાના ભૂલકાઓના જીવન ઘડતર કરવામાં આંગણવાડી પાયા રૂપ ભૂમિકા અદા કરે છે. ભૂલકાઓને અનુકૂળ વાતાવરણ અને સારી જગ્યા હશે તેમને આવવાનું મન થશે.
તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યની કિશોરીઓને પૂર્ણ શક્તિ યોજના થકી તંદુરસ્ત બનાવવામાં આવી રહી છે. તેની સાથે સગર્ભા, ઘાત્રી અને પૂરક માતાઓને પોષણયુક્ત આહારની કિટૂસ પણ આપવામાં આવી રહી છે.
આ પ્રસંગે મંત્રી અને મહાનુભાવોના હસ્તે આંગણવાડીના ભુલકાઓને કુલ છોડ અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું. ગામની સગર્ભા, પુરક માતાઓ, ધાત્રી માતાઓને અને કિશોરીઓને પોષણક્ષમ આહારની કિટૂસનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંત્રીએ જાખોરા ગામ ખાતે નિર્માણ કરવામાં આવેલ આંગણવાડીની મુલાકાત લીધી હતી. તેમજ આંગણવાડીમાં વૃક્ષારોપણ કર્યું હતું.