અમદાવાદ: રેડ હેલ્થ ઇમરજન્સી સેવા દ્વારા અત્યાધુનિક 11 એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ
Live TV
-
ટોકન દરથી અને કોલ દ્વારા આ સેવાઓ દર્દીઓ પ્રાપ્ત કરી શકશે
અમદાવાદ શહેરમાં રેડ હેલ્થ ઇમરજન્સી સેવા દ્વારા અત્યાધુનિક 11 એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હાલ માત્ર ટોકન દરથી અને કોલ દ્વારા આ સેવાઓ દર્દીઓ પ્રાપ્ત કરી શકશે. શહેરમાં દિન પ્રતિ દિન ઈમરજન્સી મેડિકલ સર્વિસની ખૂબ જરૂર પડતી હોય છે, ત્યારે એમ્બ્યુલન્સ દ્વારા હૃદય રોગના દર્દીઓ, અકસ્માતના ભોગ બનતા બનાવો વખતે અને આકસ્મિક બીમારીઓમાં આ એમ્બ્યુલન્સ દ્વારા દર્દીઓને મદદ મળી રહેશે. હાલ બેવડી ઋતુના કારણે શરદી ખાંસીના કેસ વધી રહ્યા છે. ડો.અભિષેક શર્માએ લોકોને અનુરોધ કર્યો હતો કે, કામ વગર ભીડભાડવાળી જગ્યા પર જવાનું ટાળવું જોઈએ તેમજ સમૂહમાં માસ્ક પહેરીને જવા.