આંતરરાષ્ટ્રીય યોગ દિવસે આરોગ્યમંત્રી ડો.મનસુખ માંડવિયા કેવડિયા ખાતે ઉપસ્થિત રહેશે
Live TV
-
આ મંગળવારે ઉજવાનારા 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં કેન્દ્રિય આરોગ્યમંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા ગુજરાતના કેવડિયામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉપસ્થિત રહેશે. દેશની સ્વતંત્રતાનાં 75 વર્ષ નિમિત્તે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશનાં 75 સુવિખ્યાત સ્થળો પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસનની ઉજવણી થવાની છે.
ડોક્ટર માંડવિયાએ આજે એ નિમિત્તે આપેલા સંદેશમાં નિયમિત યોગ કરવાની તંદુરસ્ત ટેવ પાડવાનો અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કે માંદગી આવતી રોકવા અને સુખી થવા દરેક વ્યક્તિએ તંદુરસ્તી પર ધ્યાન આપવું જોઇએ અને યોગને પોતાના જીવનનો ભાગ બનાવવો જોઇએ.
