રાજ્યપાલ અને મુખ્યમંત્રીની હાજરીમાં અમદાવાદ ખાતે નિ: શુલ્ક યોગ શિબિરનું આયોજન
Live TV
-
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગને ભારત સુધી મર્યાદિત નહીં રાખવા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને ૧૭૭ દેશોના સમર્થન દ્વારા સર્વ સંમતિથી આ પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવ્યો હતો, તે પછી ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવા આખું વિશ્વ પ્રેરિત થયું છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ યોગગુરૂ સ્વામી રામદેવની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા પતંજલી યોગ સમિતિ ગુજરાતના સંયુક્ત નિ: શુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, યોગ-આસનો સ્વાસ્થ્ય માટે નવી પ્રેરણા આપે છે અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગને ભારત સુધી મર્યાદિત નહીં રાખતા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને ૧૭૭ દેશોના સમર્થન દ્વારા સર્વ સંમતિથી આ પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવ્યો હતો, તે પછી ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવા આખું વિશ્વ પ્રેરિત થયું છે. આ અવસરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જણાવ્યું હતું કે, પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા ' ફીટ ઇન્ડિયા'નું સૂત્ર આજે યોગ થકી સાકાર થઇ રહ્યું છે. આ ઉપરાંત સ્વામી રામદેવ એ કહ્યું કે, આજે તમામ રોગની દવા યોગમાં છે. યોગ કરવાથી ઘણા રોગમાં રાહત મળી રહી છે. હું છેલ્લા 45 વર્ષથી યોગ કરી રહ્યો છું અને ૩૦ વર્ષથી લોકોને શીખવાડી રહ્યો છું. તેમણે વધુમાં ઉમેર્યું, સવારે યોગ કરવાથી નવા વિચારો આવે છે અને એ વિચારો દેશના વિકાસમાં મહત્વનું યોગદાન પણ આપે છે. આ પ્રસંગે સ્વામી રામદેવજીએ યોગ કરવાથી શું ફાયદો થાય છે તેની જાણકારી પણ ઉપસ્થિત લોકોને આપી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અત્યાર સુધીમાં એક લાખથી વધુ યોગ ટ્રેનર્સ તૈયાર કરવામાં આવ્યા છે એ બદલ યોગ ગુરુ સ્વામી રામદેવજીએ આ પહેલ બદલ યોગ બોર્ડના ચેરમેન શિશુપાલ તેમજ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આની સાથે આ અવસરે અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર, સર્વે સાંસદો, સર્વે ધારાસભ્યઓ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ તેમજ મોટી સંખ્યામાં યોગપ્રેમીઓ જોડાયા હતા.
