આજે મહાશિવરાત્રિનો પાવન પર્વ, ગુજરાતનાં શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા
Live TV
-
આજે મહાશિવરાત્રિનો પાવન પર્વ હોવાથી ભક્તો શિવજીની ભક્તિમાં લીન થઈ ગયા છે. હર હર મહાદેવ અને શિવ શંભુ ભોળીયા મહાદેવના નાદની ગુજરાતના શિવાલયોમાં ગુંજ ઉઠી છે. વહેલી સવારથી ભક્તો ભોલે નાથને રીજવવા મંદિર પહોંચી ગયા હતા. શિવલિંગ પર દુગ્ધાભિષેક અને જળાભિષેક કરી ભગવાનની પૂજા અર્ચના કરી હતી.
સોમનાથ મંદિર સતત 42 કલાક સુધી દર્શનાર્થીઓ માટે રહેશે ખુલ્લુ
મહાશિવરાત્રિ નિમિત્તે સોમનાથ મંદિર સતત 42 કલાક સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહેવાનું છે. પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધી દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રિના પર્વ પર 42 કલાક સતત ધર્મોત્સવનું આયોજન. શિવરાત્રિ પર્વ પર વર્ષના સૌથી વધુ ભક્તો સોમનાથ મંદિરમાં દર્શને પધારતા હોય છે. ગત વર્ષે પણ મહાશિવરાત્રિ પર્વ પર 2 લાખથી વધુ શ્રદ્ધાળુઓ એ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. ત્યારે ભાવિકોના મહાસાગરને ધ્યાને લઈ સોમનાથ ટ્રસ્ટે ઉત્તમ વ્યવસ્થા કરી છે. પ્રત્યેક મહાશિવરાત્રિની જેમ આજે પણ સવારે 4:00 વાગ્યાથી સોમનાથ મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું છે. 7 વાગ્યે પ્રાતઃ આરતી કરવામાં આવી છે અને ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા ધ્વજા પૂજા અને પાલખી પૂજા કરી 9:30 કલાકે સમગ્ર મંદિર પરિસરમાં સોમનાથ મહાદેવનું સ્વરૂપ પાલખીમાં બિરાજમાન કરી દર્શનાર્થીઓ માટે પાલખીયાત્રા યોજવામાં આવશે.દ્વારકાના નાગેશ્વર મંદિરે મહાદેવ અને કૃષ્ણના ભક્તોનો અનોખો સંગમ
ગુજરાતના 2 જ્યોર્તિલિંગ માથી એક એવા નાગેશ્વર જયોર્તિલિંગ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. દ્વારકા નજીક આવેલ દ્વાદર્શ જયોર્તિલિંગ નાગેશ્વર મંદિર ખાતે મહાશિવરાત્રિના દિવસે એટલે કે આજે હરી અને હરનાં દર્શન માટે ભોલે ના ભકતો અને કૃષણના ભકતોનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. આજે સ્થાનિક ભક્તો સાથે પ્રવાસીઓનો પણ ઘસારો જોવા મળ્યો. વહેલી સવારથી જ સ્થાનિકો સાથે પ્રવાસીઓ પણ મહાદેવને બિલીપત્ર, દૂધ અને જલનો અભિષેક કરી શિવજીને પ્રશન્ન કરવા પહોંચ્યા હતા. 85 ફૂટ ઊંચી શિવની પ્રતિમા જોઈ ભક્તો પ્રભાવિત થયા હતા આશરે 5500 વર્ષ જૂના આ મંદિરને લાઈટિંગથી શુસોભિક કરાયું છે. વહેલી સવારે 5:30કલાકે ભોળ્યા મહાદેવની આરતી કરવામાં આવી હતી.
અમરેલીમાં મેળાનું આયોજન
બ્રહ્મકુમારી ઉજવે છે મહાશિવરાત્રિનો પર્વ. અમરનાથ ગુફા તથા સ્વણીમ ભારત દિવ્ય દર્શન મેળો અમરેલીમાં ઘર બેઠા અમરનાથ યાત્રાનો અનુભવ કરાવવા માનવ જીવનમાં સુખ શાંતિ આનંદની સાચી અનુભૂતિને સુંદર રીતે પ્રસ્તુત કરતા આકર્ષક દ્રશ્યો તેમજ ઈશ્વરીયા જ્ઞાન તથા મેડીટેશનથી ભરપૂર અમરનાથ ગુફા તથા સમય ભારત દિવ્ય દર્શન મેળાનું ભવ્ય આયોજન આ કરવામાં આવ્યું છે. મેળામાં આકર્ષણ ખુશીઓ સુપર બજાર માઈન્ડ સ્ટાર મેડિસેશન બહાર જ્યોતિર્લિંગ દર્શન શાંતિ કુટીર ગુણગમ્મતને બાળનગરી ગોળ કર્યું સતયુગ તરફ વ્યસન મુક્તિ વગેરે અલગ અલગ મેળાના આકર્ષણથી લોકોની ભીડ જામી રહી છે.સુરતના ગંગેશ્વર મંદિરમાં રાત્રે થઈ ભસ્મ આરતી
સુરતના અડાજણમાં આવેલા ગંગેશ્વર મંદિરમાં છેલ્લા 15 વર્ષથી ઉજ્જૈનમાં રોજ થાય તેવી આરતી શિવરાત્રિની મધ્ય રાત્રિએ કરવામા આવે છે. આ અંગે મંદિરના પૂજારી દિપક જોશીએ જણાવ્યું હતું કે જય ગંગેશ્વર મંદિર ટ્રસ્ટ દર શિવરાત્રિએ 12.39 મીનીટે ભસ્મ આરતી કરે છે. તેમાં જે ભસ્મનો ઉપયોગ કરવામાં આવે છે તે થોડી ભસ્મ સ્મશાનની અને મોટાભાગની ભસ્મ અભિમંત્રીત હોય છે. આ ઉપરાંત હાલ કુંભ મેળો ચાલી રહ્યો છે આ પવિત્ર કુંભ મેળાના સંગમમાંથી પાણી લાવવામાં આવ્યું છે અને આ પાણીનો છંટકાવ આરતી વખતે હજારો લોકો ભાગ લેશે તેના પર છંટકાવ કરવામાં આવશે.