Skip to main content
Settings Settings for Dark

આજે રાજ્યની વિધાનસભા ખાતે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે થઈ રહ્યું છે મતદાન

Live TV

X
  • આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાનો મત આપ્યો હતો

    દેશના આગામી રાષ્ટ્રપતિ માટે સંસદના બન્ને ગૃહોના સાંસદો અને વિવિધ વિધાનસભામાં ધારાસભ્યો પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ગુજરાતમાં 182માંથી 178 ધારાસભ્યો મત આપી રહ્યા છે. આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાનો મત આપ્યો હતો. વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ પણ મત્તાધિકારનો ઉપયોગ કર્યો હતો. સત્તા પક્ષ અને વિપક્ષના અનેક ધારાસભ્યોએ ગાંધીનગર વિધાનસભા ખાતે આવી મતદાન કર્યું હતું. આંધ્રપ્રદેશથી રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ગુજરાત વિધાનસભામાં પોતાના મત્તાધિકારનો ઉપયોગ કર્યો હતો. ગુજરાતના સાંસદોએ દિલ્લીમાં મતદાન કર્યું હતું. ગુજરાતમાં ચૂંટણી કમિશન દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ મતદાન પ્રક્રિયા સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે.

    રાષ્ટ્રપતિની આ ચૂંટણીનું પરિણામ 21 જુલાઈએ જાહેર થશે. NDAમાંથી દ્રૌપદી મુર્મુ અને વિપક્ષમાંથી યશવંત સિન્હા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply