Skip to main content
Settings Settings for Dark

વિશ્વપ્રસિદ્ધ વડતાલધામને આંગણે ભવ્ય હિંડોળા મહોત્સવનો પ્રારંભ

Live TV

X
  • હિંડોળા મહોત્સવ ૧૭/૭/૨૦૨૨ થી ૨૧/૮/૨૦૨૨ સુધી ચાલશે

    ખેડા જિલ્લાના યાત્રાધામ વડતાલ જય ભગવાન સ્વામિનારાયણ સ્વયં શિક્ષાપત્રી લખી હતી તેવા વિશ્વપ્રસિદ્ધ વડતાલધામને આંગણે ૧૭/૭/૨૦૨૨ થી ૨૧/૮/૨૦૨૨ સુધી ભવ્ય હિંડોળા મહોત્સવ શરૂ થયો છે.. વડતાલ ગાદીના વર્તમાન પિઠાધિપતિ પ.પૂ.શ્રી રાકેશપ્રસાદજી મહારાજ, ડૉ સંત સ્વામી - મુખ્ય કોઠારી ,વડતાલ, શા. શ્રી નૌતમ સ્વામીની ઉપસ્થિતિમાં ૩૬ દિવસીય હિંડોળા મહોત્સવ શરૂ થયો છે.
     
    આ હિંડોળામાં ધર્મ અને રાષ્ટ્રભાવનાના બંને પાસા ઉપસી રહ્યા છે. ધર્મની દ્રષ્ટિએ ભગવાન શ્રી સ્વામિનારાયણ ૨૦૦ વર્ષ પહેલા જે હિંડોળા પર બેસીને ઝુલ્યા હતા તે હિંડોળાના દર્શન માટે ભાવિકોની ભીડ ઉમટી રહી છે. જ્યારે રાષ્ટ્ર ભાવનાના જાગરણના ભાગરુપે આઝાદીના અમૃત મહોત્સવની ઝાંખીઓ પ્રેરણા આપી રહી છે. 

    ૩૦ દિવસમાં આ નજારો ખડો કરવામાં ૫૦ જેટલા સ્વયંસેવકોએ એવરેજ ૧૫૦૦૦ કલાકનો શ્રમ કર્યો છે. અને આગામી ૩૬ દિવસ સુધી રોજના ૭૫ સેવકો સેવા આપશે. આ સમગ્ર હિંડોળા મહોત્સવ શ્યામવલ્લભ સ્વામીના માર્ગદર્શનમાં ગોવિંદ બારસીયા , નિકિત પટેલ અને ભાવિનભાઈ વગેરે ટીમ ખડે પગે સેવા કરી રહી છે. વડતાલ મંદિર પરિસરમાં  ૨૧૦૦૦ ચો.ફૂટ જેટલા વિસ્તારમાં હરિમંડપ બનાવવામાં આવ્યો છે. 

    આકર્ષણ: વડતાલ જ્ઞાનબાગમાં શ્રી હરિ જ્યાં બાર બારણાના હિંડોળે ઝૂલ્યા હતા તે પ્રસાદીનો હિંડોળો દર્શનાર્થીઓ માટે, ઉપરાંત શ્રી હરિની રંગોત્સવ લીલાઓ, જગન્નાથપુરી અને ચારધામના દર્શનની થીમ, પુલહાશ્રમ યાત્રા ,108 ગૌમુખી ધારાના દર્શન, મહારાજ જ્યાં ફર્યા હતા તે છપૈયાની ફૂલવાડી વગેરે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. વડતાલમાં દ્વારકા , જગન્નાથપુરી, બદ્રિનાથ અને રામેશ્વરમ્ તેમજ ચારધામના હિંડોળા પણ નિહાળી શકાશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply