Skip to main content
Settings Settings for Dark

સિવિલ હોસ્પિટલમાં ૨૦૦ કિલો વજન ધરાવતા દર્દીની ઓબેસિટી સર્જરીનો પ્રથમ કિસ્સો

Live TV

X
  • ઓબેસિટી બેરિયાટ્રિક સર્જરીથી વજનમાં થઈ રહેલા સતત વધારાથી મુક્તિ મળે છે તેમજ હાર્ટ એટેક અને હાયપરટેન્શન જેવી જીવલેણ બીમારીઓની શક્યતાઓ નહિવત્ થઈ જાય છે.

    બોટાદના ચેતનભાઈને સામાન્ય માણસની જેમ રોજિંદી ક્રિયાઓ કરવામાં લાંબા સમયથી પારાવાર પીડાઓનો સામનો કરવો પડતો હતો, જેનું કારણ હતું ચેતનભાઇનું અસહ્ય વજન અને સ્થૂળતા. ૨૧૦ કિલો વજન અને ૭૮ બોડી માસ ઇન્ડેક્ષ (BMI) ધરાવતા ચેતનભાઇને દુઃખો અને પીડાઓમાંથી મુક્તિ અપાવવાનું અમદાવાદની સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગે બીડું ઝડપ્યું હતું. ગત અઠવાડિયે સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગના વડા ડૉ. આર આર પટેલના વડપણ હેઠળ, સર્જરી વિભાગના ડૉ.પ્રશાંત મહેતા, ડૉ.રાકેશ મકવાણા, ડૉ.વિક્રમ મહેતા અને એનેસ્થેટીસ્ટસની ટીમ દ્વારા ઓબેસિટી બેરિયાટ્રિક(મીની ગેસ્ટ્રિક બાયપાસ)ની સફળ સર્જરી કરવામાં આવી.

    એક અઠવાડિયાની પોસ્ટ ઓપરેટિવ કેર પછી આજે ચેતનભાઇ ડિસ્ચાર્જ માટે તૈયાર છે. આ જટિલ સર્જરી બાદ હવે ચેતનભાઈ જીવના જોખમમાંથી મુક્ત બન્યા છે અને પોતાની રોજિંદી જીવનચર્યા તેઓ ઘણી સરળતાથી કરી શકશે જે બદલ તેઓ સસ્મિત સિવિલ હોસ્પિટલ નો આભાર વ્યક્ત કરે છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં જનરલ સર્જરી વિભાગના નેજા હેઠળ વર્ષ ૨૦૧૭ થી બેરિયાટ્રિક સર્જરી શરૂ કરવામાં આવી હતી.  ડો.રાકેશ જોષી અને ડો.આર.આર.પટેલના નેતૃત્વ હેઠળ સિવિલ હોસ્પિટલ આજે ૫૦૦ ગ્રામના બાળકથી લઈને ૨૧૦ કિગ્રા સુધીના દર્દીઓનું સંચાલન કરી રહી છે. મેદસ્વી દર્દીઓને આજે સિવિલમાં તદ્દન ઓછા ખર્ચે બેરિયાટ્રિક સર્જરી માટેની શરૂઆતથી અંત સુધીની તમામ સારવાર અને સેવાઓ પૂરી પાડવામાં આવે છે. સર્જરી વિભાગની ટીમે ૮ જેટલી  બેરિયાટ્રિક સર્જરી સફળતાપૂર્વક પાર પાડી છે.

    જેઓનો બોડી માસ ઇન્ડેક્ષ (BMI) ૪૦ કે તેથી વધુ હોય અથવા જેઓનો બોડી માસ ઇન્ડેક્ષ (BMI) ૩૫ કે તેથી વધુ હોય અને ઓછામાં ઓછી એક અથવા વધુ સ્થૂળતા-સંબંધિત સહ બિમારીઓ (જેવી કે ટાઇપ 2 ડાયાબિટીસ (T2DM), હાયપરટેન્શન, સ્લીપ એપનિયા અને અન્ય શ્વસન વિકૃતિઓ, નોન-આલ્કોહોલિક ફેટી લીવર , અસ્થિ-વા, લિપિડ એબનોર્માલિટી, જઠરના રોગો  અથવા હૃદયરોગ) થી પીડિત હોય અથવા લાંબા સમયગાળા માટે વજન ઘટાડવા પ્રયત્નશીલ હોવા છતાં વજન ઘટાડો હાંસલ કરવામાં અસમર્થ હોય તેવા દર્દીઓને બેરિયાટ્રિક સર્જરીની જરૂર પડતી હોય છે.

    સિવિલ હોસ્પિટલમાં આવા ઓપરેશન બાદ દર્દીઓને શ્વસન વ્યવસ્થાપન માટે પ્રોફાયલેકટિક ICU એડમિશન, ડાયેટીશિયન દ્વારા સાવચેત અને સતત પોષણ મૂલ્યાંકન, બોડી ઇમેજ કન્ડીશનીંગ અને કાઉન્સેલિંગ જેવી સુવિધાઓ આપવામાં આવે છે, જેના લીધે દર્દી સફળતા પૂર્વક ડિસ્ચાર્જ મેળવીને ખુશીથી ઘરે જઈ શકે છે. ચેતનભાઈ જેવા વધુને વધુ સ્થૂળતા પીડિત દર્દીઓ સિવિલ હોસ્પિટલની  સેવાઓનો લાભ મેળવીને જોખમરૂપ સ્થૂળતામાંથી છુટકારો મેળવી શકે તે માટે સિવિલ હોસ્પિટલની ઓબેસિટી બેરિયાટ્રિક સર્જરી વિભાગની ટીમ પ્રતિબદ્ધતા સેવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply