Skip to main content
Settings Settings for Dark

આજે હેલેન કેલેરના જન્મદિન નિમિત્તે 200થી વધુ દિવ્યાંગોને લુણાવાડા ખાતે સાધન સહાય વિતરણ

Live TV

X
  • ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, કંમ્પોઝીટ રીજનલ સેન્ટર અમદાવાદ, બ્લાઈન્ડ વેલફેર કાઉન્સિલ તેમજ એન.એ.બી. દાહોદના સંયુક્ત ઉપક્રમે મહીસાગર જિલ્લાના દિવ્યાંગોને હેલેન કેલેરના જન્મદિન નિમિત્તે સાધન સહાય વિતરણ કાર્યક્રમ લુણાવાડા પોલન સ્કૂલ ખાતે યોજાયો હતો.

    પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને લુણાવાડા ધારાસભ્ય જીજ્ઞેશભાઈ સેવક, લાયન્સ અગ્રણી જે.પી.ત્રિવેદી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં 200થી વધુ દિવ્યાંગ લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું. મહાનુભાવોએ દિવ્યાંગ સાધન સહાય વિતરણના માધ્યમથી સરકારના દિવ્યાંગોને આત્મનિર્ભરતા તરફ લઈ જવાના ઉમદા ઉદ્દેશની વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં અંદાજે રુપિયા ૧૫ લાખના ખર્ચે ૨૫ ટ્રાયસિકલ, ૨૦ વ્હીલચેર, ૫૦ હીયરીંગ એઈડ,  ૬૫ મનોદિવ્યાંગ બાળકો માટે કીટ, ૪૦ બગલઘોડી વિગેરે જેવા સાધનોનું વિતરણ કરાયું. આ પ્રસંગે દિવ્યાંગ હોવા છતાં પોતાની ખંત અને મહેનતથી તાજેતરમાં આવેલ ધોરણ-૧૨ના પરિણામમાં જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવનાર હુસેન શેખનું મહાનુભાવોએ વિશેષ સન્માન કરી તેની હિમ્મત અને પ્રતિભાને બિરદાવી હતી.

    કાર્યક્રમના પ્રારંભમાં ઉપસ્થિત મહાનુભાવોને બ્લાઈન્ડ વેલફેર કાઉન્સિલ સંસ્થાના મંત્રી યુસુફભાઈ કાપડિયાએ સૌને આવકાર્યા હતા આ કાર્યક્રમમાં સી.આર.સી. રાજેન્દ્રભાઈ, લુણાવાડા નગર પાલિકા પ્રમુખ ભાવનાબેન મહેતા, લુણાવાડા શહેર ભાજપ પ્રમુખ હિંમાશુભાઈ શાહ સહિત અગ્રણીઓ, શિક્ષકો, સ્પેશિયલ એજ્યુકેટર, દિવ્યાંગ લાભાર્થીઓ અને તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply