Skip to main content
Settings Settings for Dark

યાત્રાધામ અંબાજી મંદિરમાં અષાઢી બીજથી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો

Live TV

X
  • યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરમાં પ્રણાલિકા મુજબ અને સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થવાથી અંબાજી આવતા લાખ્ખો શ્રદ્ધાળુઓની સગવડ અને સરળતાથી દર્શન થઈ થકે તેવી સગવડ માટે અંબાજી મંદિરમાં તારીખ 1 જુલાઇ એટલે કે અષાઢી બીજથી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

    હવે પછી અંબાજી મંદિરમાં ત્રણ વખત થતી આરતી અષાઢી બીજથી બે વખત જ કરવામાં આવશે બપોરે કરાતી આરતી બંધ કરાશે અને દર્શન આરતીના સમયમાં પણ ફેરફાર થશે સવારે મંદિર 10:45 કલાકે બંધ થતું હતું તેના બદલે હવે 11:30 સુધી આ સમય લંબાવાયો છે અને માતાજીની સાતે દિવસની સવારીનાં દર્શન જે માત્ર 10:45 સુધી થતાં હતા જે હવે 4:30 કલાક સુધી દર્શનનો લાભ મળશે.  અષાઢી બીજથી દર્શનનો સમય આ પ્રમાણે નક્કી કરવામાં આવેલ છે.  

    અષાઢી બીજના દિવસે પવિત્ર માનસરોવરમાં નવા નીરના વધામણા પણ કરવામાં આવશે.

    આરતી સવારે – 7:30 થી 8:00

    દર્શન સવારે  - 8:00 થી 11:30

    બપોરે આરતી બંધ કરવામાં આવી છે  

    બપોરે દર્શન – 12:30 થી 16:30

    સાંજે આરતી -19:00  થી 19:30

    દર્શન સાજે  - 19:30  થી રાત્રિના 21:00 સુધી મંદિર ખુલ્લું રહેશે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply